ફરે તે ફરફરે - 45

  • 474
  • 1
  • 172

  સાંઇઠ વરસ પહેલા અમારે ત્યાં અમરેલીમા એક વિધવા મરાઠી બાઇ કામ કરતી હતી. તેનું નામ ચંપાબેન...તેના વર પોલીસખાતામા હતા .એ મરી ગયા એટલે આજીવિકામાટે ચંપાબેન ધરકામે લાગ્યા અને તેમનો નાનો દીયર નામ બાબુ એ સાવ કામધંધા વગરનો હતો નોકરીનાંયે ફાફા હતા . અંદરથી બહુ ખુદ્દાર હતો એટલે ક્યાંય નીચા નમીને હલકા કામકરવા તૈયાર નહી . રોજ રાત્રે ચંપાબેન વિનવે “ એ બાબુડા આપણા  ત્રણ જણનું પુરુ મારા  ઘરકામમાં નથી થતુ . તારોભાઇ આ મારા એક છોકરાને મુકીને દેવ થઇ ગયો પણ તું તો હજી જુવાન છે . તારે પોલીસ હવાલદાર થવું નથી કાલે તાર લગન થાય પછી કેમપુરુ કરીશુ