નિતુ - પ્રકરણ 35

  • 1.1k
  • 732

નિતુ : ૩૫ (લગ્ન)નિતુને એ વાતે શાંતિ થઈ ગઈ, કે એના ઘરમાં આવનાર પ્રસંગ માટે તે એકલી નથી. બધા તરફથી મળતા સહકાર માટે એને અલગ જ અનુભૂતિ થતી હતી. ઘણા સમય પછી દરેક લોકોએ એકસાથે આ રીતે વાતો કરતાં કરતાં શાંતિથી ભોજનનો લાહ્વો માણ્યો.વિદ્યા બહાર આવી, તો જોયું કે માત્ર કરુણા બેઠેલી છે. તેણે તેને પ્રશ્ન કર્યો, "બસ તું એક જ છે? બીજા ક્યાં છે?""હું આવી ત્યારથી મને કોઈ દેખાતું નથી. પરહેપ્સ તેઓ લંચ પતાવીને આવ્યા નથી!"એ સાંભળી વિદ્યા ત્યાં જ ઉભી રહી. વાતોમાં મશગુલ તેઓ અંદર આવ્યા, પરંતુ એ જોવાની તસ્દી કોણ ઉઠાવે કે સામે તોફાન ઉભું છે. વિદ્યા