નિતુ - પ્રકરણ 34

  • 1.2k
  • 792

નિતુ : ૩૪ (લગ્ન)નિતુ કેબિનમાં પહોંચી તો વિદ્યા પોતાના કમ્પ્યુટર પર કામ કરી રહી હતી. કેબિનમાં અંદર આવતા વિદ્યાએ  માથું ઊંચું કર્યા વિના જ પૂછ્યું, "ગુડ મોર્નિંગ મિસ નીતિકા. શું થયું?""ગુડ મોર્નીગ મેડમ. થેન્ક યુ કહેવું હતું.""ફોર વોટ?""તમે મારા માટે ગાડી મોકલાવી એટલા માટે.""હમ... પહોંચી ગયો તારો ભાઈ?""જી મેડમ. હું એને ડ્રોપ કરીને જ અહીં આવી છું.""અચ્છા..." કમ્પ્યુટરની સ્ક્રીનથી આમ કે તેમ ના જોતી વિદ્યાને જોઈને નિતુ તેની સામે તાકીને ઉભી રહેલી. કી-બોર્ડનો અવાજ બંધ થયો અને સ્ક્રીન પરથી વિદ્યાની આંખો નિતુ તરફ વળી, "કંઈ કહેવું છે નિતુ?""મેડમ મેં તમને કહ્યું નહોતું છતાં તમે મારા માટે ગાડી મોકલાવી! એ પણ હું ઋષભને