ખુશી

  • 722
  • 298

“વિહાભાઈ ખુશીની ઉંમર તો નાની કહેવાય. તેની આગળ તો હજુ આખી જિંદગી પડી છે. તે એકલી પોતાનું આખું આયખું કેમ કરી કાઢશે? એનો તો જરાંક વિચાર કરો.” સવજીભાઈ વિહાભાઈને વણમાંગી સલાહ આપે છે. “હા હોં વિહાભાઈ સવજીભાઈની વાત તો સાવ સાચી છે. બનવાનું હતું તે બની ગયું પણ હવે તેનાં ભવિષ્યનો વિચાર કરી. તેનું ભવિષ્ય કેમ કરી સુધરે તે દિશામાં યોગ્ય નિર્ણય લેવો તે જ સાચી માણસાઈ કહેવાય. આમ પણ તેનાં પિયરમાં તેને કોઈનો આધાર નથી.” સવજીભાઈની વાતમાં હા માં હા મિલાવી કમશીભાઈ પણ પોતાનો વિચાર રજૂ કરે છે. ખુશી એ વિહાભાઈનાં એકનાં એક દીકરા એવા હિંમતસિંહની પુત્રવધુ હતી. 6