સંઘર્ષ - પ્રકરણ 7

  • 732
  • 1
  • 348

સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત છે અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી.    સિંહાસન સિરીઝ  પ્રથમ અધ્યાય સંઘર્ષ પ્રકરણ – ૭ રાજકરણ સિંઘ   ‘રાજ, તારી વાત તો સાવ સાચી છે, પણ આપણે પલ્લડી ગામના ત્રણસો-ચારસો લોકો આ રાધેટક સામ્રાજ્યની હજારોની સેના સામે કેમનું કામ પાર પાડીશું?’ રાજકરણ સિંઘના કાકા અને ગામના સરદાર એવા જગત સિંઘે રાજકરણને પૂછ્યું, ‘કાકા, મેં ક્યાં એમ કીધું છે કે કાલને કાલ આપણે આશાવન પર ચડાઈ કરવાની છે? મને ખબર છે કે એકલું પલ્લડી ગામ આ નહીં