તલાશ 3 - ભાગ 10

(14)
  • 1.5k
  • 1k

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. "જા રે જા, ક્યાં છો?" પૃથ્વી એ ફોનમાં પૂછ્યું. "ઉદયપુરની ફ્લાઇટ પકડું છું. પરબત, તું ક્યાં પહોંચ્યો?" જીતુભાએ જવાબ આપતા સામો પ્રશ્ન કર્યો.  "દુબઇ પહોંચ્યો અહીં 4 કલાકનો હોલ્ટ હતો હવે 3 કલાક પછી કનેક્ટિંગ ફ્લાઇટ છે. પણ ઉદયપુર કેમ? અને આ એડ્વર્ટાઇઝનું શું લફડું છે." "તે વી.સી.એન્ટરપ્રાઇઝનું નામ સાંભળ્યું જ હશે. એનો માલિક છે કોઈ વિક્રમ ચૌહાણ, એણે અહીં ઘણા ઉત્પાત મચાવ્યા છે. એરપોર્ટ આવી ગયું છે મને ચેક ઇન કરવામાં મોડું થાય છે. ખડકસિંહ બાપુને બધું સમજાવ્યું છે. તો કાલે સાંજ સુધીમાં બને તો મને મળ." "મને બધું મેસેજમાં