સંઘર્ષ - પ્રકરણ 4

  • 964
  • 1
  • 594

સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત છે અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી.    સિંહાસન સિરીઝ  પ્રથમ અધ્યાય સંઘર્ષ પ્રકરણ – ૩ સંધિ ‘ભીમા રાજા, રાજા કૃષ્ણદેવ રાય સમગ્ર આર્યવર્ષમાં પોતાનું શાસન સ્થાપવા માંગે છે એ ખરું, પરંતુ માનવતાના ભોગે અથવાતો મિત્રતાના ભોગે તો જરાય નહીં. આપણી વાત આગળ વધે એ પહેલા મહારાજ અમુક સ્પષ્ટતા કરી લેવા માંગે છે.’ થીરુ વત્સલમે અત્યારસુધી રહેલી અબોલ શાંતિનો મજબૂત બની રહેલો બરફ તોડ્યો.  જવાબમાં ભીમા દેવા અને ચતુર બંનેએ હકારમાં પોતાના ડોકાં હલાવ્યા અને રાજા તરફ