સંઘર્ષ - પ્રકરણ 1

સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ, તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત છે અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી.    સિંહાસન સિરીઝ  પ્રથમ અધ્યાય સંઘર્ષ પ્રકરણ – ૧ ભીમા દેવા   પૂનમની રાત પોતાનું અજવાળું ચારે તરફ ફેલાવી રહી હતી. બે ઘોડેસવારો દક્ષિણ દિશામાંથી આશાવન તરફ આવી રહ્યા હતા. એમના ઘોડાઓના ડગ ઝડપી હતા. એક એવા સમાચાર આમની પાસે હતા જે ભીમા દેવાને તુરંત આપવાના હતા કારણકે તે સમાચાર તેના આ નાનકડા આશાવન પરના રાજને કાયમ માટે નષ્ટ કરવાનો સ્પષ્ટ સંકેત આપી રહ્યા હતા.  ભીમા દેવા વનવાસી રાજા હતો.