Mother’s Love

અહેસાસ,પાંચ વર્ષ સુધી હોસ્ટેલમાં અભ્યાસ કર્યા બાદ 11 અને 12માં ધોરણના અભ્યાસ માટે ફરી પોતાના શહેર આવી જાય છે.અહેસાસના માતા પિતા હવે તેનાથી વધુ સમય તેનાથી દૂર રહેવા માંગતા નહતા.આમતો અહેસાસને હોસ્ટેલમાં મૂકવાનો વિચાર તો હતોજ નહીં,પરંતુ સારી સ્કૂલમાં શિક્ષણ મેળવવાનાં હેતુથી તેને મોટા શહેરની સ્કૂલમાં એડમિશન અપાવ્યું,અને હોસ્ટેલમાં રહેવા સિવાય બીજો કોઇ વિકલ્પ નહતો,પરંતુ સમય જતાં અહેસાસના શહેરમાં સારી સ્કૂલો શરૂ થઈ અને હવે અહેસાસ પોતાના શહેર, પોતાના ઘરે આવી ગઈ હતી.અહેસાસનો અભ્યાસ પણ નિયમિત શરૂ થઈ ગયો હતો.તેની શાળાનો સમય 10 થી 5નો હતો.અહેસાસની જિંદગી પણ ઘરે આવીને ખુબ સુંદર થઈ ગઈ હતી.હોસ્ટેલની જેમ વહેલા ઉઠવાની ટેન્શન નઈ,અને