છૂટાછેડા - ફારગતી કે દુર્ગતિ

  • 1.1k
  • 424

હમણા જ આપણે સૌએ ગણપતિ વિસર્જનની ધામધૂમથી ઉજવણી કરી. ઘર, સમાજ, સોસાયટી, સંસ્થાઓ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપણે જોયું કે ગણપતિની મૂર્તિ નું વિસર્જન કરતા કેટલાય લોકોની આંખોમાં આંસુ હતા. આંખોમાંથી લાગણીનો પ્રવાહ વહી રહ્યો હતો. આમ જોઈએ તો જેનું વિસર્જન કર્યું એ માત્ર એક મૂર્તિ જ તો હતી. ના! એ માત્ર મૂર્તિ નહી લોકોની શ્રદ્ધા, આસ્થાની પ્રતિમા હતી. જેના પર શ્રદ્ધા મૂકી હોય એના દૂર જવાથી તકલીફ થાય છે. જેનો સાથ ગમતો હોય એનાથી છૂટતા તકલીફ થાય છે. એક નિર્જીવ મૂર્તિને આપણે આપણી શ્રદ્ધાથી જીવંત કરીએ છીએ. એની સાથે વાતો કરીએ, એની આરતી, પૂજા વિધિ, પ્રસાદ, વિસર્જન વધુ