100 વાતની એક વાત

  • 828
  • 370

એક સ્ત્રીની ઈચ્છા...વિચારું છું કાલે એક રજા લઉં...થોડીક આળસની પણ મજા લઉં...પણ શરુઆત ક્યાંથી કરુ? છેથોડીક જવાબદારીઓ એને મૂકું ક્યાં?આંખ ખોલુ ને મને પણ "ચા" હાથમાં મળે...શું મને પણ મારા સપનામાંથી અચાનક જાગવાની મજા મળે?ટેબલ પર બેસું ને ગરમ નાસ્તો મળે...શું મને પણ મીઠું જરા ઓછું છે કહેવાનો મોકો મળે?લંચના બનાવાનો બ્રેક મળે...શું મને પણ ખરેખર લંચ બ્રેક માણવાનો સમય મળે?કામ ક૨તી હોઉં ને મને પણ કોઈ પૂછવા આવે..."ગરમા ગરમ ચા પીશ?"ના જવાબ આપવાની તક મળે?સાંજનું જમવાનું કોઈ મને પૂછીને બનાવે...શું મને પણ મનગમતું જમવાનોઅવસર મળે? આવી એક રજા મળે...તો શું મને માણવી ગમે?સાલુ રોજ વિચારું આજે રજા લઉં....ને કાલે