નિતુ : ૨૬ (યાદ)નિતુનું સ્મરણ કરતા મયંકે એક ઊંડો શ્વાસ લીધો અને ફોન લઈને નંબર કાઢ્યો અને તેના પપ્પાને ફોન કરી દીધો. થોડીવાર રિંગ વાગી અને તેના પપ્પા જગદીશભાઈએ ફોન ઉપાડ્યો, "મયંક... બોલ બોલ બેટા શું કરી રહ્યો છે?""કંઈ નહિ પપ્પા બસ, બેઠો છું.""અચ્છા, કેવી રહી તારી એકઝામ?""સારી ગઈ પપ્પા.""હમ્મ... એ જ એક્સ્પેક્ટેશન હતી તારાથી. હવે મુંબઈ પરત ક્યારે આવવાનો છે.""બસ રિજલ્ટ આવે એટલે આવતો રહીશ.""ઠીક છે... ચાલ... કોઈ કામ હોય તો બોલ, નહિ તો હું થોડો કામમાં છું. ફોન રાખું.""પપ્પા... એ... અં...""શું થયું?""પપ્પા એક... વાત કહેવાની હતી.""હા તો બોલ."થોડા ગભરાયેલા અવાજમાં એ બોલ્યો, "પપ્પા મારી... મારી એક... ફ્રેન્ડ છે.