થોડા દિવસો પહેલા મારા કાકા નું નાની ઉંમર માં હાર્ટ એટેક આવવાથી અવસાન થઈ ગયું. મારા કાકી રડતા રડતા બોલ્યા કે અમે આખી જિંદગી જઘડો જ કર્યો છે. નિર્જીવ પડેલા શરીરના પગ પકડીને માફી માગતા હતા ત્યારે એ વિચાર આવ્યો કે આ વસ્તુ પહેલા કરી લીધી હોય તો? હવે જે શરીરમાં પ્રાણ નથી, જે ભગવાનની પ્રોપર્ટી છે એની સામે માથું પછાડો તો પણ એને ક્યાં સમજાવવાનું છે. આપણે બધા આવું કરીએ છીએ. આપણને બધાને એવું છે કે હજુ તો આપણે ઘણું જીવવાના છીએ. પરંતુ શરીર અને શ્વાસનો કોઈ જ ભરોસો નથી. ગાડીમાં જેમ પેટ્રોલ, ડીઝલના આંકા બતાવવામાં આવે છે, જેમ મોબાઇલમાં