મુંબઈ હાઇવે પર સડસડાટ ચાલી રહેલી ચકચકિત લેમ્બોર્ગીની ટોલ પ્લાઝા નજીક આવતા બ્રેક લગાવે છે. ગાડીઓની કતાર લાંબી હોવાથી કારચાલક ગાડી થોભાવે છે. એવામાં એક બાર તેર વર્ષનો છોકરો હાથમાં થોડા તિરંગા લઈને દોડતો ગાડી પાસે પહોંચ્યો. ડ્રાઇવર પાસેથી કોઈ પ્રતિભાવ ન મળતા તે પાછળની વિન્ડો પાસે ઉભો રહ્યો. ચહેરા પર મજબૂરીના ભાવ ખેંચી લાવીને તેણે પાછળ બેઠેલા વ્યક્તિને પોતાનો ઝંડો ખરીદવા ઈશારાથી આગ્રહ કર્યો. પાછળ બેઠેલા નવ દસ વર્ષના છોકરાએ બિસ્કીટ ખાતા ખાતા બાજુમાં બેઠેલી તેની મમ્મી સામે જોયું. શેરિંગ ઇઝ કેરીંગ ના મૂલ્યો શીખવવાની તક ઝડપી લઈને મમ્મીએ કહ્યું "બેટા તારી પાસે તો ઘણા બધા બિસ્કીટના પેકેટ છે,