જાેકે, પોલીસને શંકા હોવાથી તેમના પર વોચ રાખવામાં આવી હતી. પરંતુ તેમા પણ પોલીસને કોઇ ખાસ સફળતા મળી ન હતી. પોલીસ જ્યારે પણ સ્વામીના જવાબ લેવા બોલાવતી ત્યારે સ્વામી ખુબ જ સહજતાથી સ્વસ્થતાપૂર્વક પોલીસના પ્રશ્નોના જવાબ આપતા હતા. જેમાં સ્વામી હંમેશા શકેરેહ ગુમ થયાની વાતનંુ જ રટણ કરતાં હતા. બેંગલોર પોલીસ દ્વારા તપાસ દરમિયાન સ્વામી શ્રદ્ધાનંદ પર દબાણ પણ કરવામાં આવતું હતું. પરંતુ તેની પણ તેમના પર કોઇ અસર થતી ન હતી. એક તબક્કે તો પોલીસે સી સમરી ભરીને કેસ બંધ કરવાની પણ તૈયારી કરી લીધી હતી. જાેકે, તે સમયે સબાએ ઉચ્ચ અધિકારીઓને તપાસ બંધ ન કરવા રજૂઆત કરી હતી.