નિતુ - પ્રકરણ 21

  • 1.6k
  • 912

નિતુ : ૨૧ (લગ્નની તૈયારી)નિતુના ઘરની સામે ગાડી આવીને ઉભી રહી, હરેશે કૃતિની સામે જોયું તો તે બેસાદ્ય હતી."કૃતિ! ઘર આવી ગયું.""હા... થેન્ક્સ." કહી તે ગાડીમાંથી નીચે ઉતરી."વેલકમ." કહી તે પોતાના ઘેર તરફ ગયો.કૃતિ ઘરમાં જઈને પોતાની રૂમમાં બેડપર બેસી ગઈ. તેને આજની દરેક ઘટના યાદ આવી. છેલ્લા બે દિવસથી પોતાની મોટી બહેન સાથે કરેલા વર્તન માટે તેને પશ્ચાતાપ થવા લાગેલો. "પૈસા માટે દીદી કેટલો સંઘર્ષ કરે છે! અને એક હું હતી કે એ વાત જ ના સમજી શકી. મને બસ મારુ જ દેખાયું, મેં એના તરફથી પરિસ્થિતિને જોવાનો પ્રયત્ન જ નથી કર્યો. આજ સુધી કેટલો સ્નેહ વરસાવ્યો છે તેણે