શ્રાપિત પ્રેમ - 16

  • 1.5k
  • 1.1k

જેલમાં ચારો તરફ શાંતિ હતી અને એવા સમયમાં જે ગાર્ડ બધાનું ધ્યાન રાખતા હોય છે તે પણ ક્યાંક સુસ્તાવી રહ્યા હતા. અડધી રાતનો સમય થઈ ગયો હતો અને એવા સમયે વિભા જે હમણાં હમણાં જેલના અંદર આવી હતી તેને પ્રસવ પીડા શરૂ થઈ ગઈ હતી.રાધા અને સવિતાબેન એ જોર જોરથી અવાજ કરવાનું શરૂ કરી દીધું હતું જેના લીધે ચંદા પણ ઉઠી ગઈ હતી અને તેની સાથે જે પાંચમી સ્ત્રી હતી તે પણ ઉઠી ગઈ હતી. તે લોકોના અવાજ ના લીધે આજુબાજુમાં જેલમાં આ સુતેલી સ્ત્રીઓ પણ ઉઠી ગઈ હતી. " ડરવાની જરૂર નથી લાંબા લાંબા શ્વાસ લે."રાધાએ અવાજની દિશામાં જોયું હતું