મન્મથનાથને પોતાની જાત પર જ ગુસ્સો આવ્યો કે તેના હાથે એક નિર્દોષ વ્યક્તિને ગોળી વાગી. તેની આંખો એટલી બધી લાલ થઇ ગઇ હતી કે સુજી ગઇ હતી. તેઓની આંખમાંથી સતત આંસુ વહિ રહ્યા હતા. જેથી મેં આગળ વધી તેમને ગળે લગાવ્યા અને તેમને શાંત્વના આપી. લૂંટની ઘટનાને દેશની આઝાદી માટે લડતા દેશપ્રેમીઓએ અંજામ આપ્યો અને તેની અસર સમગ્ર ભારતમાં જાેવા મળી. ભારતભરમાં સમાચારો વહેતા થયાં કે, ઉત્તર પ્રદેશમાં એક ટ્રેન પર હુમલો થયો. ત્યારે લોકોમાં એક જ કુતુહલ હતું કે, ઘટના પાછળનું કારણ શું? તે સમયે ચૌરેને ચોટે માત્ર તેની જ ચર્ચા હતી. દેશપ્રેમીઓ જ નહીં અંગ્રેજ સરકારમાં પણ તે