ગુજરાતના વધુ એક રાજકીય વિશ્લેષક શિરીષ કાશીકરનું માનીયે તો નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં પોતાની પકડ મજૂબત કરવાની સાથે સાથે ભાજપને પણ મજબૂત બનાવી. નરેન્દ્ર મોદી ગુજરાતી મતદારોને તે સમજાવવામાં સફળ રહ્યા હતા કે, કેન્દ્રની યુપીએ સરકારના કારણે જ ગુજરાતનો વિકાસ અવરોધાયો છે. તો બીજી તરફ વરિષ્ઠ પત્રકાર મનીષ મહેતાએ એક અંગ્રેજી ન્યુઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ગુજરાતમાં સંઘે પહેલાથી જ હિંદુત્વની ફળદાયી જમની તૈયાર રાખી હતી. જેનો સીધો ફાયદો ભાજપને થયો હતો. જેથી ઇંદિરા ગાંધીની હત્યા બાદ રાજીવ ગાંધીને મળેલી સહાનુભૂતિ વચ્ચે પણ ભાજપને બે બેઠક મળી હતી. જેમાંથી એક બેઠક ગુજરાતમાં હતી. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતના વિકાસને એક