ગુજરાત અને કોંગ્રેસ - 3

  • 936
  • 444

ગુજરાતથી બિહાર થઇ ફરી ગુજરાતની વાત પર આવીએ. ગુજરાતમાં નવનિર્માણ આંદોલનના પગલે ગુજરાતમાં ચીમનભાઇ પટેલનીની સરકાર પડી ભાંગી. જે બાદ રાષ્ટ્રીય કોંગ્રેસના મોવડી ઇંદિરા ગાંધી દ્વારા ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને તે માટેના પ્રયાસો અને સમીકરણ બાંધવાની શરૂઆત કરી. જેમાં સૌથી પહેલા ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લંબાવવામાં આવ્યું હ તું. એવામાં જ મોરારજી દેસાઈના ઉપવાસને કારણે તેમણે વિધાનસભા ભંગ કરી. જે બાદ પુનઃ ચૂંટણીની જાહેરાત કરવામાં આવી. ત્યારે કોંગ્રેસમાંથી કાઢી મુકવામાં આવેલા ચીમનભાઇ પટેલે કિસાન મજદૂર લોકપક્ષની રચના કરી. કોંગ્રેસ, જનતા મોરચા અને ચીમનભાઇના કિમલોપ વચ્ચે વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલાયો. ઇવોલ્યુશન ઓફ બીજેપી પુસ્તક લખનાર ભાજપના જ નેતા વિજયકુમાર મલ્હોત્રા લખે