તાજેતરમાં જ લોકસભાની ચૂંટણે યોજાઇ જેમાં ભારતીય જનતા પાર્ટીની હેટ્રીક થતી રહી ગઇ. છેલ્લા બન્ને ચૂંટણીમાં ભાજપનો રાજ્યની ૨૬માંથી ૨૬ બેઠકો પર વિજય થયો હતો. પરંતુ તાજેતરની ચૂંટણીમાં એક બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો અને રેકોર્ડ થતા રહી ગયો. ત્યારે વર્ષો સુધી ગુજરાતમાં રાજ કરનાર કોંગ્રેસના અધપતનની વાત આજે કરવાની છે. ગુજરાતની સ્થાપના સમયથી જ કોંગ્રેસ વિરોધી વિચારધારા ધરાવતા પક્ષોનું રાજ્યમાં અસ્તિત્વ રહ્યું છે. રાજ્યની સ્થાપના થઇ તેના પ્રથમ દાયકામાં જ કોંગ્રેસે સત્તા ગુમાવી હતી. જે બાદ દોઢ જ દાયકામાં ગુજરાતમાં બિનકોંગ્રેસી સરકાર બની હતી. ગુજરાતના મતદારોએ લગભગ ૩૦ વર્ષ પહેલા છેલ્લા કોંગ્રેસી મુખ્યમંત્રી જાેયા હતા. એટલું જ નહીં