મોસૂઝણું થયું હતું..... કૂકડાઓનો કૂકડે કૂક....અવાજ આવતો હતો.....માલધારીઓના નેસમાંથી ગાયોને દોહ્યાની દૂધ ધારનો મીઠો રણકાર સંભળાતો હતો....સૂરજ આળસ મરડી પોતાનું તેજ પાથરવા તૈયારી કરી રહ્યો હતો... વહેલી પરોઢમાં આપા લાખા પોતાના ડેલી બંધ ઘરના આંગણામાં ઢોલિયા પર પિત્તળિયો હોકો ગગડાવતા બેઠા હતા..આપા લાખાનું ખોરડું ગામમાં મોટું ગણાય.પંથકમાં તેમની આબરૂ, પ્રતિષ્ઠા અનેે મોભો પંકાયેલો હતો, સુખ, સમૃદ્ધિ અપાર હતી.જમીન જાગીરના ધણી લાખા આપાને કોઈ જ વાતની ખોટ ન હતી.લાખા આપાનેે સંતાનમાં ચાર દીકરા છે,ચારેેય દીકરાઓના ઘર બંધાઈ ગયા છે.સૌથી મોટા દીકરાનું નામ હરજી છે,બીજાનુ નામ સવજી, ત્રીજાનુું ધરજી અને સૌથી નાાના દીકરાનું નામ લવજી . ચારેેય દીકરા બહુ સમજુ અને હોશિયાર