પ્રકરણ ૪ ઓશો પ્રવચન સમયે અથવા મુલાકાત સમયે હંમેશા ખુરશી કે સિંહાસન પર બેસતા હતા. જ્યારે તેમના શિષ્યોને જમીન પર બેસાડતા હતા. પૂણે આશ્રમની શરૂઆતના થોડા સમયમાં જ તેઓના અનુયાયીઓમાં ઘણો વધારો આવ્યો હતો. આશ્રમમાં તેમના પ્રવચન સાંભળવા માટે રોજના ૫૦૦૦ અનુયાયી આવવા લાગ્યા હતા. બીજી તરફ ઓશોના આશ્રમના કારણે પૂણેમાં પણ પર્યટકોની સંખ્યામાં વધારો થવા લાગ્યો હતો. એટલું જ નહીં ઓશોના આશ્રમના લીધે જ પૂણેને વિશ્વના નકશામાં એક ઓળખ મળી હતી. જેના કારણે પૂણેના અર્થતંત્રને પણ ફાયદો થવા લાગ્યો અને શહેરમાં ધન અને રોનક આવવા લાગી હતી. ઓશોના આશ્રમમાં તેમના પ્રવચન ઉપરાંત હવે, નવી નવી થેરપી આપવાની પણ