ફરે તે ફરફરે - 14

ફરે તે ફરફરે - ૧૪ મન પાંચમના મેળામા સહુ ભુખ લઇને આવ્યા હતા . અંહીયા અમેરીકામાં ક્યાં બોર્ડ વાંચો ઇંડીયન ફુડ એટલે સમજી જવાનું કે પંજાબી ફુડ જ હશે . ક્યાંય દાળ બાટી કે ચુરમુ જેવી રાજસ્થાની આઇટમ નહીહોય ગુજરાતીને તો રામરામ કરો .. સાલું ક્યાંય ક્યારેક ઇંડીયન સ્ટોરમાં ઓળાનાં રીંગણાં મળે તો મળે બાકી લાંબા પાતળા વાયોલેટ રીંગણાને લીલા રીંગણા  મળે બાકી દેશી કાંટાવાળા રીંગણા રવૈયા ન મળે .. સુરતી તમામ શાકભાજી પોતેજ એટલુ ખાઇ જાય કે મુંબઇવાળા ડબલભાવે કરગરીને લઇ આવે ..તો પરદેશની તો વાત જ ક્યાં થાય ? કંદ નહીં સૂરણ નહી હાં સ્વીટ પોટેટોને નામે બટેટા