મુંબઇમા બેતાલીસ વરસ રહ્યો ત્યારે ભાગ્યમાં ગાડી લે વેચનો ધંધો એટલે સવારથી ભટકવાનું સ્કૂટર કે કારમાં ચાલુ જ રહેતું હતુ બાળકોને વેકેશનમા દેશમાં બહુ ફેરવ્યા હતા . પણ હવે નક્કી કર્યુ કે બસ હવે ભટકવાનું બંધ કરીશ …પણ ફરી કુંડળી આડી ફરી … “ મેં સમય હું ચંદ્રકાંત . તે તારા દિકરાને અમેરીકા મોકલ્યો તે તને બોલાવશે , તને સહ કુટુંબ બોલાવશે … “ “ એ સમય બાપા હું આ સાંઇઠ વરસમાં કોઇ દી પ્લેનમા રાજકોટ કે ભાવનગર નથી ગયો અને સીધ્ધો અમેરિકા ? હા દીકરાએ કહી રાખેલું એટલે પાસપોર્ટ વીઝા કઢાવી રાખેલા… બાકી રામ રામ કરો અટલા લાખ