કાંતા ધ ક્લીનર - 39

  • 1.5k
  • 1
  • 884

39."મેં મને નાર્કોટીક આપેલી અર્ધબેભાન અવસ્થામાં આ સાંભળ્યું. ગીતાબા બીજા અધિકારી સાથે વાત કરતાં હતાં. એમને એમ હતું કે હું બેભાન પડી છું." કાંતાએ ધડાકો કર્યો."તો નાર્કોટિક આપી શું પૂછ્યું? પેલી પિસ્તોલ વિશે હશે!" સામેથી રાઘવ બોલ્યો."તને એના માટે તો પકડી ગયેલા.""ઠીક, મોનાને પિસ્તોલ મળી ગઈ અને એણે પોલીસને કહી દીધું એમ માનીએ. પણ એ ક્યારેય એકેય વેક્યુમ ક્લીનર ચલાવતી જ નથી. આ પિસ્તોલ તો એની પણ અંદર ડસ્ટ બેગમાં હતી. તો મોનાને કોણે આ જગ્યા બતાવી હશે?" કાંતા પૂછી રહી."તારું કહેવું એમ છે કે મેં ચાડી ખાધી?" રાઘવ રાતો પીળો થતો બોલ્યો. "એક તો મદદ કરું છું ને ..