પ્રકરણ - ૨ મુખીના ઘરેથી તેના ઘર સુધી જવામાં રસ્તામાં ભગવાન કૃષ્ણનું એક મંદિર પણ આવે. જ્યાં રોજ વાણીયન સાંજે દર્શન કર્યા વિના ઘરે જતી ન હતી. પરંતુ તે દિવસે લાલો જ ઘરે આવવાનો હતો તેથી ઉતાવળમાં વાણીયન મંદિરે દર્શન કરવાનું ભુલી ગઇ અને ઘરના રસ્તે આગળ વધી રહી હતી. રસ્તામાં એક નાનો બાળક રડી રહ્યો હતો. તેને વાણીયનને જાેઇ અને રડતા રડતાં કહ્યું, કાકી મને બહુ જ ભૂખ લાગી છે, મને કંઇક આપશો ? વાણીયન પણ નાના બાળકને જાેઇને ચોંકી ઉઠી. ગામ નાનું હતું તેથી ગામના તમામ ઘર એક બીજાને ઓળખતા હોય તે સ્વાભાવીક છે. પરંતુ આ નાનું બાળક