૧૫ : કબૂલાત બીજે દિવસે ફાધર જોસેફ વિશે વામનરાવને જે માહિતી મળી એણે તેને એકદમ આશ્ચર્યચકિત કરી મૂક્યો. એણે તાબડતોબ નાગપાલને પોલીસ હેડક્વાર્ટરે બેસાડીને ફાધર જોસેફ વિશે મળેલી માહિતી વિશે જણાવી દીધું. એટલું જ નહીં, પ્રોફેસર વિનાયકનાં આંગળાંની છાપના ફોટોગ્રાફ્સ પણ તેને આપી દીધા. નાગપાલે ગજવામાંથી એક કવર કાઢ્યું અને કવરમાંથી અમુક આંગળાંની છાપના ફોટાઓ સાથે વામનરાવે આપેલ ફોટાને સરખાવી જોયા. વળતી જ પળે એની આંખોમાં ચમક પથરાઈ ગઈ. ત્યારબાદ એણે રઘુવીર તથા સુનિતાને લોકઅપમાંથી બહાર કાઢીને વામનરાવની ઑફિસમાં બોલાવીને પોતાની સામે બેસાડયા. 'મૅડમ...!' નાગપાલે સુનિતા સામે જોતાં ગંભીર અવાજે કહ્યું, 'મારી વાતનો સાચો જવાબ આપજો. શું ખરેખર તમે દિવ્યાનું