અપહરણ - 8

  • 572
  • 202

૮. છૂપો સંકેત   અડધી રાત્રે અમારા પર હુમલો થયો અને એક અમેરિકન યુવાન સાથે અમારા બે મિત્રો અચાનક ગાયબ થઈ ગયા હતા. આ ઘટનાએ અમારું મગજ સુન્ન કરી નાખ્યું હતું. હાથમાં ટોર્ચ પકડેલી રાખીને હું એ જ સ્થિતિમાં કેટલીક મિનિટો સુધી ઊભો રહ્યો. રાતનો સમય હોવાથી ઠંડીનું જોર અત્યંત વધી ગયું હતું. થથરાવી નાખે એવી ઠંડી લહેરો વાઈ રહી હતી. હું વિલિયમ્સ અને ક્રિકવાળા તંબૂમાં પાછો આવ્યો. મારી સાથે જેમ્સ અને થોમસ જોડાયા. જેમ્સના બાવડામાંથી લોહી નીકળતું હતું એટલે થોમસે વિલિયમ્સ કે ક્રિકના થેલામાંથી ફર્સ્ટ એઇડ બોક્સ શોધવા માંડ્યું. મેં આમ-તેમ નજર ઘૂમાવી. ટેબલ પર સામાન વેરવિખેર પડયો હતો.