એક પંજાબી છોકરી - 49

  • 1.2k
  • 580

સોહમ વીરને સમજાવતા કહે છે વીર હું ને મયંક બંને સોનાલીને લવ કરીએ છીએ.પેલા સોનાલીને હતું કે તે મયંકને લવ કરે છે એટલે તે અને મયંક એકબીજાની સાથે હતા પણ જ્યારે હું બીમાર પડ્યો ત્યારે સોનાલીને મારા માટેની ફિલિંગ સમજાણી અને તેને મને તે વાત જણાવી. જ્યારે હું હોસ્પિટલમાં જીંદગી અને મોત વચ્ચે લડાઈ લડી રહ્યો હતો ત્યારે સોનાલી એ મને કહ્યું અને હું હોંશમાં આવ્યો.મયંક ને સોનાલી એ અમારા બંને વચ્ચેના પ્રેમની વાત મયંકને આજે જણાવી પણ મયંકને આ વાત બહુ પહેલા સમજાય ગઈ હતી તેથી સોનાલીને મયંક માટે ખૂબ દુઃખ થયું કેમ કે મયંક સોનાલીને ખુશ જોવા માગે