ચમત્કારિક રૂદ્રાક્ષ - 8

  • 1.4k
  • 500

ચમત્કારિક રૂદ્રાક્ષ - ભાગ -૮ (આ ભાગ વાંચ્યા પહેલા આગળના સાત ભાગ વાંચશો તો આ ભાગ વાંચવાની વધુ મજા આવશે.) એ દિવસે ઘરે ગયા બાદ ઇધ્યાએ મારી વાત પર ખુબ વિચાર કર્યો અને પછી મારા બતાવ્યા મુજબનો નિત્યક્રમ કરવાનું નક્કી કર્યું. ઇધ્યા રાત્રે સુતા પહેલા રૂદ્રાક્ષ વાળુ એ કડુ ઘરના મંદિરની બાજુમાં રાખીને સુઇ ગયો. બીજે દિવસે સવારે પાંચ વાગ્યે ઉઠી નિત્યક્રમ પતાવી અને ઘરના મંદિરે પૂજા કરવા બેઠો. પૂજાની શરૂઆત ગણેશજીની પૂજાથી કરી. ત્યારબાદ શિવજીની પૂજા કરી અને જે જળથી શિવલિંગની પૂજા કરેલી તે જ જળમાં રૂદ્રાક્ષ વાળુ કડુ મૂકી રૂદ્રાક્ષની પણ પૂજા કરી. પૂજા સંપન્ન થયા બાદ શિવલિંગને