૪૧ પાટણમાં પાછાં ફર્યાં! ઘણી વખત આવું પણ બને છે. જેનો ઘણો ભય રાખીને તૈયારી કરી હોય તે ભય એવી રીતે નિર્મૂળ થઇ જાય છે કે પછી તો તૈયારની મહત્તા પણ ન સમજાય. ગર્જનકનું આવું જ થયું. પાટણની તૈયારી જબરી હતી. ગર્જનક સામે ચડીને આવ્યો હતો. મહારાણીબાએ છેલ્લી પળે જે દ્રઢ નિશ્ચય લીધો કે હવે સંદેશો કેવો ને વાત કેવી? એ ચડીને આવ્યો છે. આપણે લડાઈ કરો. એ દ્રઢ નિશ્ચયે ધાર્યું પરિણામ આવ્યું હતું. એ વખતે જરાક જ રજપૂતો રંગે ચડ્યાં હોત, તો પરિણામ ભયંકર આવત! એ વખતે જો સંદેશો ચલાવવામાં વખત કાઢ્યો હોત, તો પરાજય અનિવાર્ય હતો. ડાહી રાજરીત