નાયિકાદેવી - ભાગ 39

  • 256
  • 1
  • 126

૩૯ રણનેત્રીની પ્રેરણા એમ કહેવાય છે કે આત્મશ્રદ્ધાથી પોતાની જાતને દોરનારા, કોણ જાણે કઈ રીતે, એક અક્સ્માતી પળે કાંઈક અદ્ભુત કહેવાય તેવું પગલું લેવા પ્રેરાય છે!  એમને પોતાને પણ પૂછો તો એનો ખુલાસો એ આપી શકશે નહિ. ‘આમ થઇ આવ્યું!’ એ જ એનો મોટામાં મોટો ખુલાસો. આંહીં રણક્ષેત્રમાં જેમ-જેમ ગર્જનકો પાસે આવતા ગયા, તેમ-તેમ યુદ્ધવ્યૂહની કલ્પનાઓ દોડવા માંડી. ગર્જનકના મિનજનિકના આગગોળા વ્યર્થ કરવા માટે હાથીસેનાને એકદમ ન ધસાવવી એમ નક્કી થયું. હાથીનું સેન ધારાવર્ષદેવ અને રાયકરણ પોતે દોરવાના હતા ઘોડેસવારોની આખી સેનાને ચાર ભાગમાં વિભક્ત કરી રાખી હતી. એક પછી એક ભાગનો ધસારો, આખો દિવસ ચાલુ રહે તેવી યોજના કરી