નાયિકાદેવી - ભાગ 37

  • 952
  • 556

૩૭ પાટણની મોહિની ગર્જનકે પોતાના પ્રયાણની દિશા નક્કી કરી લીધી, પછી તો એ ઉતાવળે દોડ્યો. એનો વિચાર અચાનક છાપો મારવાનો હતો. એને થયું કે જો પહેલી છાપ પાડી જશે ને ગૂર્જરભૂમિમાં પ્રવેશ કરશે, તો પછી બાકીનું કામ ત્યાંના આંતરિક દુશ્મનો જ ઉપાડી લેશે. બંને કુમાર નાના છે. મંડલેશ્વરો વિભક્ત છે. મહારાણી એ તો છેવટે બાઈ માણસ છે. વિજય એનો જ છે. એની મહત્વાકાંક્ષા તો ભીમદેવને જ પકડી લેવાની હતી. સહસ્ત્રકલા સાથે એણે કાશીરાણીને થોડી ધીરજ રાખવા કહેવરાવ્યું હતું. ને એકાદ, સૈનિકોની જાણકાર નર્તિકા હોય તો આંહીં ઉપયોગી થાય એ પણ કહેવરાવ્યું હતું. સહસ્ત્રકલાએ એ વસ્તુ ઉપર મદાર રાખીને જ પોતે