નાયિકાદેવી - ભાગ 35

  • 886
  • 570

૩૫ ભુવનૈકમલ્લ! કેટલાક કહે છે કે વિધિને માનવજીવન સાથે ક્રૂર રમત રમવામાં મજા પડે છે. કેટલાક કહે છે કે વિધિ જેવું કંઇ છે જ નહિ. જુગજુગજૂનો ઘરડો ડોસો ઈતિહાસ, બંને વાતની સાક્ષી આપે છે! કોઈક વખત, તરણાંથી પણ તુચ્છ હોય તેમ એણે માનવને આડોઅવળો ફેંદાતો જોયો છે. એ ગમે તેટલા પાસા નાખે, પણ એનો એક પાસો પાર ન પડે. તો કોઈક વખત, માનવને સર્વકાલ ને સર્વપરિસ્થિતિનો સ્વામી હોય તેમ, વાતવાતમાં સફળતાને ફરી જતો એવો પણ એણે દીઠો છે. એમાંથી જે ફલિત થતું હોય તે, પણ જ્યારે આગલી રાતે નાયિકાદેવીના મનમાં વિચાર આવી ગયો કે પાટણ નિરાધાર ન પડી જાય, ને