નાયિકાદેવી - ભાગ 29

૨૯ વિધિની રમત ગંગ ડાભી અને સારંગદેવ સોઢાની ઓળખાણ સોમનાથની જાત્રા કરવા આવનારા તમામ રાજારજવાડામાં તાજી રહેતી. એમાં આજે તો બંને જણા પાટણથી સંદેશો લઈને આવ્યા છે એમ ડાભીએ કહેવરાવ્યું હતું. મહારાજ સોમેશ્વરને પોતાના નાનાની મહાન સિદ્ધરાજની એક અત્યંત મીઠી યાદ હજી પણ હ્રદયમાં બેઠી હતી: એમની આંગળીએ વળગીને એ પાટણની બજારમાં ફર્યો હતો. એટલે એને પાટણ પ્રત્યે માન હતું. અજયપાલ મહારાજે એને હરાવીને સોનાની મંડપિકા લીધી હતી. એ વાતને હજુ બહુ વખત થયો ન હતો. અજમેરમાં સૌને એ ઘા વસમો જણાયો હતો. પણ સોમેશ્વરે એ વાત વિસારી લઈને, પાટણ સાથે મિત્રાચારી જેવો સંબંધ રાખ્યો હતો. જોકે કોઈ પાટણને હંફાવવા