નાયિકાદેવી - ભાગ 21

  • 1.3k
  • 802

૨૧ વિદાય આપી બીજે દિવસે મધરાતે રાજમહાલયના એક ખંડમાં ચાર જણાં બેઠાં હતાં: મૂલરાજ, ભીમદેવ, મહારાણીબા ને વિશ્વંભર! કોઈના આવવાની રાહ જોવાથી હતી. પહેરેગીરો સિવાય કોઈ જાગતું ન હતું.  ભીમદેવને પોતાની યોજના વેડફાઈ ગઈ, એ બહુ ગમ્યું ન હતું. છતાં મહારાણીબાએ વાળ્યો એટલે એ વળ્યો હતો. સામે પડવાની એની હજી હિંમત ન હતી. છતાં એ અત્યારે મનમાં ને મનમાં તો, હજી એ વાતનો જ વિચાર કરી રહ્યો હતો. મહારાણીથી એ વાત અજાણી ન હતી. એના આવા અત્યંત આગ્રહી સ્વભાવને શી રીતે વીરત્વભરેલી ટેકમાં ફેરફી નાંખવો એ એક કોયડો હતો અને છતાં દેશ ટકે, જીવે, મારે કે ફના થાય એનો આધાર