નાયિકાદેવી - ભાગ 20

(11)
  • 1.3k
  • 858

૨૦ વિશ્વંભરે કહેલી વાત વિશ્વંભર શા સમાચાર લાવ્યો હશે એ સાંભળવાની સૌની ઉત્સુકતા હર ક્ષણે વધતી જતી હતી.  અર્ણોરાજ પોતાના મનમાં વિચાર કરી રહ્યો. મહારાણીબાએ ફરીને એક વખત વાતાવરણને ફેરવી નાખ્યું હતું એ વાતનો દોર પોતાના જ હાથમાં લઇ લીધો હતો. બિલ્હણ આંહીં હતો. લેશ પણ ઘર્ષણનો અવાજ એને કાને ન આવે એ સંભાળવાનું હતું. પણ અત્યારે જે રીતે પરિસ્થિતિનો લાભ મહારાણીબાએ લઇ લીધો હતો, તે વસ્તુ અર્ણોરાજના ખ્યાલમાં પણ આવી ન હતી. એની સાથે હમણાં જ મહારાણીબાએ વાત કરી હતી. ત્યારે જ આ ત્વરિત નિશ્ચય કરી લીધેલો હોવો જોઈએ. એને લાગ્યું કે પ્રત્યુત્યન્નમતિ જાણે કે મહારાણીબા એ લઈને જ