નાયિકાદેવી - ભાગ 19

  • 1.4k
  • 956

૧૯ ગંગ ડાભી બોલનાર કોણ હતું એ તરફ મહારાણી નાયિકાદેવીનું ધ્યાન ખેંચાયું. એનો ભોળિયો ભીમદેવ જ બોલી રહ્યો હતો. એનો અવાજ ઉત્સાહભર્યો પણ આવેશવાળો ને ઉતાવળો હતો: ‘પાટણના જોદ્ધાઓ!’ તે બોલ્યો, ‘આજ આપણે સૌ એક કામ માટે  ભેગા થયા છીએ. મહારાજનું મૃત્યુ આપણને એક જીવલેણ ઘા મારી ગયું છે. એ ઘા મારનારો કોણ હતો? કોઈ જાણો છો?’ ‘વૈજાક! (વિજ્જલદેવ) એ કામો વૈજાકનો છે. બધા જાણે છે.’ ઠેકાણે-ઠેકાણેથી મોટેથી અવાજ આવ્યા. ‘એ કામો વૈજાકનો નથી, ખરી રીતે તો આભડ શ્રેષ્ઠીનો છે. વિચાર કરો.’ બીજા કોઈએ બૂમ મારી. ‘ત્યારે તો એ કામો આભડ શ્રેષ્ઠીનો પણ નથી, જૈનોનો જ છે. એમને મહારાજ સાથે