નાયિકાદેવી - ભાગ 17

(12)
  • 1.2k
  • 866

૧૭ અર્ણોરાજની રાજભક્તિ જનારમાં પાટણની ભક્તિ હતી, આવનારમાં રાજની ભક્તિ હતી. જનાર પાટણને બચાવવા રાજાને પણ હણે, આવનાર રાજાને બચાવવા પાટણને છેલ્લી સલામ કરી લે. બંનેમાં એ મહાન તફાવત હતો – ચાંપલદે ને અર્ણોરાજમાં. એક માત્ર નારી હતી, બીજો જમાનાજૂનો જોદ્ધો હતો. મહારાણીબા અર્ણોરાજને આવતો જોઇને કુદરતી રીતે જ બંનેની વિશેષતાઓ મનમાં તોળી રહી. અર્ણોરાજ પાસે આવ્યો. મહારાણીએ તેને પાસેનું આસન બતાવ્યું. અર્ણોરાજ નજીક આવ્યો.  મહારાણીબાએ એની સામે જોયું. કોઈ  જાતની ગભરામણ એ ચહેરા ઉપર ન હતી. રાણી અર્ણોરાજનું મન માપી ગઈ. ભીમદેવ પાસેથી આ રીતે કામ લેવાશે, એવી ગણતરી ઉપર આ રમી રહ્યો હોવો જોઈએ. બાકી વિજ્જ્લદેવને હણવાની વાત