૧૬ ભોળિયો ભીમદેવ આથમતી સંધ્યા સમયે મહારાણીબાની અશાંતિનો પાર ન હતો. સવારે વિંધ્યવર્માનો સંધિવિગ્રહિક મળ્યો. તેને રોકી લેવાની યુક્તિ સફળ થઇ. પણ સાંજે વિશ્વંભરે એક બીજા સમાચાર આપ્યા અને મહારાણીબાને લાગ્યું કે પોતે ગમે તેટલું કરે, પાટણના પતનની શરૂઆત હવે થઇ જ ચૂકી છે. એને કોઈ જ રોકી નહીં શકે. એમને ઘડીભર નિરાશા થઇ ગઈ. કર્પૂરદેવીનું મહાભાગ્ય એને આકર્ષી રહ્યું. પણ એની ધીરજ મોટા-મોટા નરપુંગવોને હંફાવે તેવી હતી. વિશ્વંભર સમાચાર આપીને જતો હતો. તેને તરત જ એમણે પાછો બોલાવ્યો. વિશ્વંભર આવ્યો. મહારાણીબા પોતાના વિશાળ ખંડમાં આમતેમ આંટા મારી રહ્યાં હતાં. એનું મન અસ્વસ્થ હતું. ચિત્તમાં અશાંતિ જન્મી હતી. એને લાગ્યું