નાયિકાદેવી - ભાગ 13

(12)
  • 1.5k
  • 1
  • 1.1k

૧૩ રાજકવિ બિલ્હણ પંદરેક દિવસો પછી એક સાંજે પાટણ નગરીનાં ઉદ્યાનોમાંથી લોકનાં ટોળાં પાછાં ફરી રહ્યા હતાં. બે દિવસ પહેલાં જ પાટણની રાજરાણી કર્પૂરદેવી મહારાજની પાઘ સાથે સતી થઇ ગઈ. એનાં અંતિમ દ્રશ્યોની વાતોએ એમની વચ્ચે રોમાંચકારી એનાં અંતિમ દ્રશ્યોની વાતોએ એમની વચ્ચે રોમાંચકારી હવા ઊભી કરી હતી. સતીમાએ પાટણને જતાં-જતાં આશીર્વાદ આપ્યો હતો. સતીમાના આશીર્વાદે પાટણ બળવાન બન્યું હતું, સતીમાના શબ્દો હતા કે હજી પાટણનો સૂર્ય સોળે કળાએ તપવાનો છે! અત્યારે તો રાજમાતા નાયિકાદેવીએ બતાવેલી દક્ષતા આ આશીર્વાદને ખરા પાડે તેમ લાગતું હતું. પણ લોકોને હૈયે હજી પૂરેપૂરી ધરપત આવી ન હતી.  પાટણ ઉપર કોઈ મોટો ભય ઝઝૂમી રહ્યાની