નાયિકાદેવી - ભાગ 10

  • 806
  • 552

૧૦ રાજકુમાર ભીમદેવ કવિતા-કલાની સહચરી કલ્પના કેટલાકને ઉન્માદી તરંગો આપે છે, કેટલાકને ગાંડી ઘેલછા દે છે: ભગવાન શંકરને પ્રિય એવી વિજયાનું પાન કર્યાના દિવાસ્વપ્ન કોઈકને આપે છે. પણ હજાર ને લાખમાંથી કોઈક વિરલાને જ, એ સ્વપ્નસિદ્ધિનું મનોરથ સુવર્ણપાત્ર છલોછલ ભરી દે છે – જેમાં કાંઈ નાખવાનું ન રહે, કાંઈ લેવાનું ન રહે. ભારતવર્ષમાં એક વિક્રમને એ મળ્યું હતું, બીજો વિક્રમ ભારતવર્ષમાં આવ્યો નહિ અને બીજું સ્વપ્નસાફલ્ય પણ આવ્યું નહિ. વિક્રમના સ્વપ્નાં હજારોને આવ્યાં હતાં પણ ફળ્યાં કોઈને નહિ. ચૌલુક્ય વંશમાં મહારાજ સિદ્ધરાજને આ સ્વપ્ન આવ્યું હતું. ત્યારે નાનકડા કુમાર ભીમદેવને મળ્યું હતું. એને ‘અભિનવ સિદ્ધરાજ’ થવાના કોડ હતા. એને પોતાનું