નાયિકાદેવી - ભાગ 5

(11)
  • 2.3k
  • 2
  • 1.8k

૫ આભડ શ્રેષ્ઠીની પુત્રી છન્નુ કોટિના સ્વામીને ત્યાં જે વૈભવ હોય, તે વૈભવ પાટણના શ્રેષ્ઠીનો કેવો હોય એનું પ્રત્યક્ષ દર્શન થતું હોય તેમ, આભડ શ્રેષ્ઠીનો મહામેરુપ્રાસાદ આવતા, ઘડીભર તો કેલ્હણજી ને ધારાવર્ષદેવ અત્યારનો બનાવ જ જાણે ભૂલી જતા જણાયા. પણ શ્રેષ્ઠીનો મહામેરુપ્રાસાદ રાજમહાલયથી ઠીક-ઠીક દૂર હતો. વળી કોટની પડખે-પડખે બારોબાર એ આવી પહોંચ્યા હતા, છતાં વાત આંહીં પણ પહોંચી ગઈ જણાતી હતી.  થોડાં માણસો એકબીજાના કાન કરડતાં હતાં. મહામેરુપ્રાસાદના વિશાળ આંગણામાં તો હંમેશના નિયમ પ્રમાણે સેંકડો હાથી, ઘોડા ને પાલખીઓ ઊભાં રહી ગયાં હતાં. પરગામથી આવેલ પરદેશીઓ શ્રેષ્ઠીનું દર્શન લેવા ક્યારનાય રાહ જોતા ત્યાં થોભી ગયા જણાતાં હતા. ચારેતરફ વ્યવહારની