નાયિકાદેવી - ભાગ 3

(16)
  • 2.4k
  • 1.9k

૩ પાટણનો ખળભળાટ કેલ્હણદેવે સોમનાથની જાત્રાની વાત કરી, પણ તે વાત ઉપર દેખીતી રીતે જ, ધારાવર્ષદેવને વિશ્વાસ બેઠો ન હતો. મહારાજ અજયપાલે પાટણમાં ધર્મ-અસહિષ્ણુતાની જે રાજનીતિ ચલાવી હતી, તેથી ખળભળાટ થયો હતો. મહારાજને વિશે બે શબ્દ કહેવા માટે એ પોતે આંહીં આવ્યો હતો. પણ કેલ્હણની અત્યારની હાજરીને એને શંકામાં નાખ્યો. કેલ્હણજીએ મહારાજ કુમારપાલની ખફગી એક વખત વહોરી લીધી હતી. એ વખત એમને ત્યાં દંડનાયક મુકાઈ ગયો હતો. એ દંડનાયક વિજ્જલદેવ હતો. આ ભાગ્યો તે વિજ્જલદેવ હોય, તો એ જ. એટલે કેલ્હણજી આંહીં અવી રહ્યા છે. એ સમાચારે જ વખતે એ ભાગ્યો હોય, ને તો-તો વખતે મહારાજ અજયપાલે જ એને બોલાવ્યો