કાંતા ધ ક્લીનર - 32

  • 1.4k
  • 3
  • 906

32.કાંતા કોર્ટ રૂમની બહાર એક બાંકડે બેઠી કોર્ટની ગિરદી,  દરેક જાતના લોકોની ચહલપહલ નિહાળી રહી હતી. તેણે નાઈટ ડ્રેસના શર્ટ પજામા સતત બત્રીસ કલાકથી પહેરી રાખ્યાં  હતાં. તે નહાઈ પણ ન હતી એટલે તેને ઠીક લાગતું ન હતું.  પોતાનો જ પરસેવો તેને ગંધાતો હતો. તેની જામીન અરજી પેશ કરી તેની કાર્યવાહી માટે એક સાવ યુવાન વકીલ આવ્યો હતો. તેણે કાંતાની બાજુમાં બેસી ફરીથી પૂછીને તેનું નામ અને  આરોપોની ખાતરી કરી."લગભગ બે કલાક પછી વારો આવશે એટલે અંદર જશું. એટલી વાર મારી ઓફિસના મેઈલ જોઈ લઉં." કહેતો તે  થોડે દૂર જઈ તેના મોબાઈલમાં ખોવાઈ ગયો."આટલી ગંદી પરસેવાવાળી છું તો ઘેર જઈને ડ્રેસ