કાંતા ધ ક્લીનર - 31

  • 1.4k
  • 1
  • 924

31.ઓચિંતો ગીતાબાએ ફરીથી કાંતાનો મોબાઈલ છીનવી લીધો."અરે, મારા અગત્યના કોન્ટેક્ટ છે. ભલે થોડા.  હવે મને આ ક્યારે પાછો મળશે?" કાંતાએ સાવ  ગરીબ ગાય જેવી થઈ ધીમેથી પૂછ્યું."ક્યારેક તો મળશે. અત્યારે નહીં." ગીતાબા પોલીસના પાઠ માં આવી ગયાં.કાંતાની નજર વ્રજલાલ પર પડી. આજે તેઓ યુનિફોર્મ વગર સફેદ શર્ટ અને જીન્સની પેન્ટમાં સ્માર્ટ અને ચુસ્ત દેખાતા હતા. સાથે તેમના જેવો જ ચહેરો ધરાવતી સ્ત્રી ઊભી હતી. ખ્યાલ આવી જ જાય કે તેમની દીકરી હતી. તેણે બ્લેક સુટ પહેરેલો અને હાથમાં લેધરની બેગ હતી.કાંતા એકદમ ઊભી થઈ. "વ્રજકાકા, તમે આવી ગયા! તમને જોઈ મને એકદમ હાશ થઈ." કહેવા જાય ત્યાં તો ઉત્સાહમાં ઊભી