અને અંગ્રેજોના દરબારમાં સોંપો પડી ગયો

  • 1.4k
  • 548

1911માં જયારે ભારતમાં બ્રિટિશ રાજ હતું. ત્યારે ઇંગ્લૅન્ડના રાજા જ્યોર્જ પંચમ તથા તેમનાં પત્ની ભારતની મુલાકાતે આવી રહ્યા હતા. જેમના સ્વાગત માટે દિલ્હી ખાતે ખાસ દરબાર ભરવામાં આવ્યો હતો. જેમાં ભારતમાં ફરજ બજાવતા બ્રિટિશ સરકારના ઉચ્ચ અધિકારીઓ તેમજ દેશભરના રાજવીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તમામ બ્રિટિશ સરકાર પ્રત્યે પોતાની નિષ્ઠા પુરવાર કરવા બધા જ હાજર રહ્યાં હતા. ઉજવણીમાં ભારતના જ નહીં વિદેશથી પણ અનેક મહેમાનો હાજરી આપનાર હતા. જેમાં અંગ્રેજ અધિકારીઓ, રાજવીઓ, તેમના સહાયકો તથા નોકરો સહિત અઢી લાખ લોકો નિવાસ કરી શકે તેવા વૈભવી શામિયાણા ઊભા કરાયા હતા. ઉજવણી શરૂ થઇ, દિલ્હી દરબારમાં એક લાખ કરતા વધારે મહાનુભાવો હાજર