મૃગ તૃષ્ણા

  • 1.7k
  • 574

અમદાવાદ શહેરના આંબાવાડી જેવા પોશ વિસ્તારમાં આવેલ આલિશાન બંગલો 'પ્રેમ' ની બહાર મેઈન ગેટ પર સોનેરી અક્ષરોથી લખાયેલ 'વનિતા વિરાજ' નામની સુંદર નેઈમ પ્લેટ સૂરજની રોશનીમાં ચમકી રહી હતી.બંગલાની બહાર કોટની પાસે આસોપાલવના ઝાડના થડ પર સાડીનો એક છેડો બાંઘી અને બીજો છેડો કોટની લોખંડની જાળી સાથે બાંધી ખોયા જેવું બનાવી તેમાં ત્રણ ચાર મહિનાના બાળકને સુવાડેલ હતું.બંગલાની સામે રિનોવેશન થતા એક બંગલાની બહાર રેતી,કપચી, ઈંટોની વચ્ચે બે નાના બાળકો રમી રહ્યા હતા. એક મજૂર દંપતિ ત્યાં કામ કરતુ હતું અને આ ત્રણેય બાળકો તે