કાંતા ધ ક્લીનર - 27

  • 1.6k
  • 1
  • 1.1k

27."આ તો મારા લોકરમાં હતી. મારું અંગત લોકર અડવાનો કોઈને હકક નથી." કાંતા ટાઈમર સામે જોતી બોલી."જો કાંતા, તારું પર્સનલ કશું જ નથી. તું હોટેલની એમ્પ્લોયી છો અને હોટેલ તને તારું યુનિફોર્મ, ટિફિન વગેરે સાચવવા લોકર આપે છે. ગેસ્ટની આપેલી ગિફ્ટ સાચવવા નહિ. શક પડે તો અમે તે ખોલી શકીએ છીએ. આની ચાવી, માસ્ટર કી અમને તારી સિનિયર મોના મેથ્યુએ જ આપી. " ગીતાબા અદબ વાળતાં બોલી રહ્યાં."તને ખબર છે, કાંતા, તું અમારી નજરમાં વીઆઇપી છે. સારા અર્થમાં નહીં. તેં પોતે સાબિત કર્યું છે કે તું મહત્વની ચીજોને બાજુમાં રાખી શકે છે. સત્યને તારી તરફેણમાં લાગે એમ તોડી મરોડી રજૂ